શ્રી ઉમિયાજીની આરતી

આનંદ આનંદ કરું આરતી,
જય ઉમિયાને સેવા
જય ઉમિયાની સેવા માતાજીની સેવા...આનંદ...
પરમાનંદ પરમ પદ તારું,
પ્રેમતણી પ્રતિમા રે...આનંદ...
બ્રહ્મા, વિષ્ણુ, મહેશે પૂજ્યા,
અભય વરદાન લેવા...આનંદ...
અડસઠ તીરથ માના ચરણે,
ગંગા, યમુના રેવા...આનંદ...
માના સંતાનો માને ભજી લ્યો,
ટાળવા ભવના ફેરા રે... આનંદ...
મા ના હોય તો દુનિયા ક્યાંથી,
માના સ્થાન અનેરા... આનંદ...
દુઃખિયા આવે સુખિયા આવે,
આનંદ સુખડા લેવા રે... આનંદ..
જય ઉમિયા માતાજી
જય ઉમિયા માતાજી       જય ઉમિયા માતાજી